આણંદ શહેર: કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર ૧ થી ૧૩ માટે ઉમેદવારી ઈચ્છુકોની
કરમસદ-આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર ૧ થી ૧૩ માટે ઉમેદવારી ઈચ્છુકોની દાવેદારી અને અભિપ્રાયો સાંભળવામાં આવ્યા હતા.આ સેન્સ પ્રક્રિયા ઉમેદવારોની પસંદગી માટે મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે. પક્ષ દ્વારા નિમણૂક કરાયેલા નિરીક્ષકો તરીકે મંગળસિંહ સોલંકી (પૂર્વ સેવાદળ ચીફ, ગુજરાત પ્રદેશ) અને ભીખાભાઈ રબારી