જેસર: જેસર તાલુકામાં હનુમાનપરા ભરવાડ શેરી આંગણવાડી કેન્દ્ર નંબર 1 પાસે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય,
જેસર તાલુકામાં હનુમાનપરા ભરવાડ શેરી આંગણવાડી કેન્દ્ર નંબર 1 પાસે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય, નાના બાળકોના આરોગ્ય સામે ગંભીર જોખમ; ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની કરી માંગ જેસર તાલુકમાં આવેલી આંગણવાડી કેન્દ્રની બાજુમાં ગટરનું ગંદુ પાણી ખુલ્લેઆમ વહેતું હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો જ્યાં રોજ નાના બાળકો અભ્યાસ અને પોષણ માટે આવે છે, ત્યાં જ ગંદકી અને દુર્ગંધના કારણે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ .