ગાંધીનગર: રાજ્ય સ્વાગત કાર્યક્રમ: 26 નવેમ્બરે નાગરિકોની ફરિયાદો સાંભળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત સરકારનો નવેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ 26 નવેમ્બરે યોજાશે. નાગરિકો સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-2 ખાતે રૂબરૂ જઈ પોતાની ફરિયાદો અને પ્રશ્નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરી શકશે.