પેટલાદ: શહેરના તાઈવાડા વિસ્તારમાં પરિવારો વચ્ચે માથાકૂટ, બે થી ત્રણ વ્યક્તિને ઈજા, પોલીસે તપાસ હાથ ધરી
Petlad, Anand | Apr 6, 2026 પેટલાદ શહેરમાં તાઈવાડા વિસ્તારમાં સોમવારે સાંજના સમયે પરિવારો વચ્ચે માથાકૂટ થવાનો બનાવ બન્યો હતો. જેમાં મારામારી થતાં બે થી ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. અને તેમને સારવાર તે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.