ભુજ: ભુજમાં આધેડે જીવનનો અંત આણ્યો
Bhuj, Kutch | Sep 13, 2026 ભુજના શક્તિનગર-2માં રહેતા 51 વર્ષીય અનિલભાઈ બાબુભાઈ પુરોહિતે અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ફાંસો ખાઈ લીધો હતો. તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.