જેસર: ઉગલવાણ ગામે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો
જેસર તાલુકાના ઉગલવાણ ગામે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ જેસર તાલુકાના ઉગલવાણ ગામમાં રસ્તા પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. સ્થાનિક સ્તરે રજૂઆતો અને મીડિયાના અહેવાલો બાદ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. રસ્તા પર ભરાયેલું પાણી કાઢી રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવતા હવે વાહનચાલકો અને ગ્રામજનોને રાહત મળી છે. ગ્રામજનોએ સમયસર કાર્યવાહી બદલ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.