કાલોલ: કાલોલ ના મધવાસ ખાતે જાહેરનામાનો ભંગ કરી રજીસ્ટર ન રાખનાર ભંગારના વેપારી સામે પોલીસ ફરિયાદ
કાલોલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભંગારની લે-વેચનો ધંધો કરતા ઈસમો ખરીદ-વેચાણ અંગેનું કોઈ રજીસ્ટર રાખતા નથી. આ બાતમીના આધારે પોલીસે બે પંચોના માણસોને સાથે રાખી મધવાસ ગામે મધવાસ ચોકડી પાસે આવેલી 'મયુર ટ્રેડર્સ' નામની દુકાનમાં તપાસ હાથ ધરી હતી.દુકાનમાં હાજર ઈસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નિઝામ જરુદ્દીન શેખ (રહે. કસ્બા વિસ્તાર, કાલોલ) હોવાનું જણાવ્યું