તળાજા: તળાજા નજીક બાઈક ચોરીના CCTV ફૂટેજ વાયરલ
તળાજા નજીકથી બાઈક ચોરીના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. આજે તારીખ 8 સપ્ટેમ્બર 2026, મંગળવારના બપોરે આશરે 3 વાગ્યાના સમયે તળાજા શહેર નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પાસે બાઈક ચોરીના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, તળાજાથી મહુવા તરફ જતા રોડ પર આવેલા બેસ પાસે પાર્ક કરાયેલું એક બાઈક ચોરી થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. વાયરલ થઈ રહેલા CCTV ફૂટેજમાં બાઈક ચોરીની સમગ્ર ઘટના કેદ થયેલી જોવા મળી રહી છે