આણંદ શહેર: એક્સપ્રેસ હાઈવે કે નેશનલ હાઈવે ઉપર ટોલ ભરવા માટે ક્યાંય કેશ કાઉન્ટર જોવા મળશે નહીં
સરકારે એક મોટો નિર્ણય લીધો છે જે મુજબ 10 એપ્રિલથી હવે દેશભરના હાઇવે અને એક્સપ્રેસ હાઈવે ના ટોલ પ્લાઝા ઉપરથી કેશ પેમેન્ટ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે ફક્ત ડિજિટલ માધ્યમથી ટોલને ચુકવણી થઈ શકશે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન બાદ આ નિર્ણય લેવાયો છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી સ્પષ્ટ કરાયું છે કે હવે ટોલ પેમેન્ટ માત્ર ફાસ્ટટેગ અને યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમથી જ કરી શકાશે