લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર લાંચ કેસ મામલો, કોંગ્રેસ દ્વારા ઝોન કચેરીએ આશ્ચર્યજનક દેખાવ અને વિરોધ, સસ્પેન્ડ ની માંગ
બે દિવસ અગાઉ સુરત એસીબી દ્વારા લિંબાયત ઝોન ના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાળા અને કથિત પત્રકાર મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના વિરુદ્ધ રૂ.15 લાખની લાંચ નો ગુનો નોંધવામાં આવ્યો છે.જેમાં ચાર લાખની રકમ લઈ પરવાના ફરાર થઈ ગયો છે.જ્યારે વિપુલ ગણેશવાળા પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.જે લોકો સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી છે.ઝોન કચેરીએ નકલી નોટનો વરસાદ કરી કોંગ્રેસે આશ્ચર્યજનક દેખાવ કરી વિરોધ નોંધાવ્યો છે.