ગારિયાધાર: ગારિયાધાર શહેરના ધોબીઘાટ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ગારિયાધાર શહેરના ધોબીઘાટ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વિસ્તારમાં નિયમિત પાણી પુરવઠો ન મળતા લોકો ટીપાં-ટીપાં પાણી માટે મોહતાજ બન્યા છે. મહિલાઓ અને વૃદ્ધોને પીવાના પાણી માટે દૂર સુધી જવું પડી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. રહેવાસીઓના જણાવ્યા અનુસાર અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. ઉનાળાની ગરમી વચ્ચે પાણીની અછતથી લોકોમાં ભારે રોષ જોવા મ