આણંદ શહેર: વિદ્યાનગરમાં ફ્લેટનું તાળું તોડી રુ.39,000 ની મત્તાની ચોરી થતા ફરિયાદ નોંધાઈ
આણંદ શહેર નજીક આવેલ વિદ્યાનગરના ભાઈકાકા સ્ટેચ્યુ પાસે આવેલ રાધાશરણમ એપાટમેન્ટના એક ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવીને ફલેટનું તાળું તોડી રૂપિયા ૩૮ હજારની કિંમતના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયાંનો બનાવ બનવા પામ્યો છે. આ અંગે વિદ્યાનગર પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.