ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું કચ્છમાં આગમન, ભુજ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત
ભુજ: કચ્છ જિલ્લામાં બે દિવસીય વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પધારેલા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા લેડી ગવર્નરશ્રી દર્શનાદેવીજીનું ભુજ એરપોર્ટ ખાતે આગમન થતાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ રાજ્યપાલશ્રીનું કચ્છની ધરતી પર સ્વાગત કર્યું હતું.
રાજ્યપાલશ્રીના બે દિવસીય કચ્છ પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ રહેશે.
#Kutch #Bhuj #GovernorOfGujarat #AcharyaDevvrat #Darshanadevi