તહેવારોને લઈને સુરતની પાંડેસરા પોલીસ એલર્ટ મોડમાં આવી છે. નવરાત્રી સહિતના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પાંડેસરા પોલીસ દ્વારા તેરેનામ ચોકડી પાસે ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાહનોને રસ્તાની બાજુમાં રોકાવી સઘન તપાસ કરવામાં આવી હતી. અનિચ્છનીય બનાવો અટકાવવા વિવિધ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ કામગીરીમાં PI સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. તહેવારો દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
त्योहारों को देखते हुए सूरत की पांडेसरा पुलिस अलर्ट मोड में आ गई है। नवरात्रि समेत आगामी त्योहारों के दौरान कानून-व्यवस्था बनाए रखने के लिए तेरेनाम चौकड़ी के पास पुलिस ने पैदल पेट्रोलिंग और वाहन चेकिंग अभियान चलाया। वाहनों को सड़क किनारे रुकवाकर सघन जांच की गई। किसी भी अप्रिय घटना को रोकने के लिए विभिन्न क्षेत्
Udhna, Surat | Oct 3, 2026