વાલિયા ગામના બિરસા મુંડા ચોકડીથી કમળા માતાજીના મંદિર તરફ જતા માર્ગ ઉપર સ્કૂલ અને ગ્રામ પંચાયત કચેરી આવી હોવા છતાં સ્પીડ બ્રેકર નહીં હોવાથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે.ત્યારે આજે રાતે 9:45 કલાકે ગ્રામ પંચાયત કચેરી સામે બજાર તરફથી બાઈક ઉપર બે યુવાનો આવી રહ્યા હતા.તે દરમિયાન મુખ્ય માર્ગ પર કાર આવી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.