તળાજા: તળાજાની રોયલ ચોકડી પર યુવાન ઉપર છરી થી હુમલો
તળાજાની રોયલ ચોકડી નજીક ગેરેજ ચલાવતા દકાના ગામના એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે. છરીના ઘાથી યુવકને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે તેને ભાવનગર રીફર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ દકાના ગામના જામ્બુચા ઈશ્વર અમુભાઈ તળાજાની રોયલ ચોકડી પાસે ગેરેજ ચલાવે છે. સાંજના સમયે તેઓ પોતાના ગેરેજ પર હાજર હતા, તે દરમિયાન એક શખ્સ ગેરેજ પર આવ્યો હતો અને યુવક પર છરી વડે હુમ