વિજાપુર રણાસણ જીઆઈડીસી નજીક મહુડી થી બાઇક ઉપર મંદિર ના વોચમેંન ભીખુ સિંહ ની બાઈકને એક અજાણ્યા પિક અપ ડાલા એ ટક્કર મારી મોત નિપજાવી સ્થળ ઉપરથી ફરાર થઈ જતા પિક અપ ડાલા ચાલક સામે મૃતક ના પુત્ર સુમિત સિંહ રાઠોડે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ સોમવારે સાંજે ત્રણ કલાકે અજાણ્યા પિક અપ ડાલા જીજે 02 એટી 8353 ના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.