આણંદ શહેર: આણંદ LCB પી. આઇ.ની બદલી થતાં વૃક્ષારોપણ કરી અનોખો સંદેશ આપ્યો
આણંદ એલસીબીમાંથી બદલી થતા વિદાય લઈ રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર બ્રહ્મભટ્ટની પર્યાવરણ બચાવવા અનોખી પહેલ.સરકારી અધિકારી કે પોલીસ અધિકારી કે કર્મચારીઓની બદલી થાય ત્યારે સાથી કર્મચારીઓ અને સ્ટાફ વિદાય લેતા અધિકારી કે કર્મચારીઓ પર ગુલાબનાં ફુલોની વર્ષા કરી ભાવભીની વિદાય આપતા હોય છે ત્યારે આણંદની લોકલ ક્રાઈમ બ્રાંચમાંથી બદલી થતા વિદાય લેતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર બ્રહ્મભટ્ટએ પુષ્પવર્ષાને બદલે સ્મૃતિ વૃક્ષારોપણ કરી અનોખી પ્રેરણા આપી.