મુન્દ્રા: મુંદરામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે ₹52.90 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
Mundra, Kutch | Sep 20, 2026 કચ્છ પશ્ચિમ ભુજ પોલીસ હેઠળ આવતા મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. મુંદરા પોલીસે ગણતરીના સમયમાં કાર્યવાહી કરીને કુલ 52 લાખ 90 હજાર 530 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે.