મહુવા: મહુવામાં રત્નકલાકારોની લડત તેજ: ‘ભાવ વધારો નહીં તો ઉપવાસ અને ધરણા’
મહુવા શહેરમાં છેલ્લા 20 દિવસથી ચાલી રહેલું રત્નકલાકારોનું આંદોલન હવે વધુ ઉગ્ર બનવાના એંધાણ જોવા મળી રહ્યા છે. હીરા ઘસવાના ભાવમાં વધારો કરવાની માંગ સાથે આજે મહુવાના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે રત્નકલાકારોની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો ઉપસ્થિત રહ્યા હતા. રત્નકલાકારો દ્વારા હીરા ઘસવાના ભાવમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. રત્નકલાકારોનું કહેવું છે કે હાલના ભાવમાં કામ કરવાથી તેમને પૂરતું વળતર મળતું નથી. બેઠક દરમિયાન