ભુજના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી પશ્ચિમ કચ્છની ટીમે આધાર-પુરાવા વિનાના 350 કિલો એલ્યુમિનિયમ વાયર સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.34,000નો વાયર તથા રૂ.9 લાખનું ટાટા માલવાહક વાહન (GJ-12-BT-9385) મળી કુલ રૂ.9.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.