ગરૂડેશ્વર: સ્ટેચ્યુ ઓફ યુનિટી: સ્થાનિક આદિવાસી મહિલાઓની આત્મનિર્ભરતાની નવી સફર
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિક આદિવાસી મહિલાઓને કૌશલ્ય આધારિત રોજગારી મળી રહી છે. ૪૦થી વધુ પ્રવૃત્તિઓ અને બોન્સાઈ કળા જેવી તાલીમ દ્વારા મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે. સાથે જ 'પ્લાન્ટ ઓફ યુનિટી' પહેલથી પર્યાવરણ જાગૃતિને પણ વેગ મળ્યો છે.