જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામે સિંહનો આતંક, બે પશુનો શિકાર કયો
જેસર તાલુકાના શાંતિનગર ગામે સિંહનો આતંક, બે પશુઓનો શિકાર જેસર તાલુકાના શાંતિનગર ગામે સિંહના હુમલાની ઘટના સામે આવી છે. ગામની સીમ વિસ્તારમાં સિંહે પશુઓ પર હુમલો કરતાં બે પશુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી સિંહની હિલચાલ પર નજર રાખવા તેમજ પશુપાલકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા માંગ કરી છે.