તળાજા: તળાજા પંથકની ગુમ થયેલી સગીરાને રાજકોટમાંથી શોધી લાવી દાઠા પોલીસ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાંથી ગુમ થયેલી સગીરાને રાજકોટ પંથકમાંથી શોધી કાઢવામાં દાઠા પોલીસને સફળતા મળી છે. પોલીસે સગીરાને એક યુવક સાથે શોધી કાઢી પરિવારજનોને સોંપતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાત કરીએ તો, તળાજા તાલુકા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની સગીરા ગુમ થયાની ઘટના સામે આવી હતી. પરિવારજનોને આ અંગે જાણ થતાં જ તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારો સહિત સંભવિત સ્થળોએ તપાસ કરવા છતાં સગીરાનો કોઈ પત્તો લાગ્યો નહોતો.