ગાંધીનગર: શહેરની લીલા હોટલના કર્મચારીની હત્યાના 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઇ
ગાંધીનગરની હોટલ લીલામાં રિસેપ્શનિસ્ટ તરીકે કાર્યરત 25 વર્ષીય દેવાંશ રોમી ભાટીયાની હત્યા કેસમાં ગાંધીનગર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.જે કેસ ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજ એચ. આઈ. ભટ્ટ સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ જીગ્નેશ જોષીએ ધારદાર દલીલો કરી હતી. જેને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી માનવ ઉર્ફે મનુ તેમજ ઘનશ્યામ ઉર્ફે કાળુને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા 25 હજારનો દંડ ફટકાર્યો