ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસીનું ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચીગ કર્યું
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ GCC પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ અને કનેક્ટિવીટીમાં વધારો કરીને તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મક્તા જાળવી રાખીને ગુજરાતને પસંદગીનું GCC હબ તરીકે સ્થાપિત કરવા તૈયાર કરવામાં આવેલી છે.