ગાંધીનગરના ભાટ વિસ્તારમાં મધર ડેરી નજીક આવેલી સ્કાય વ્યૂ નામની નિર્માણાધીન રહેણાંક સ્કીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનના બાંસવાડાના વતની 22 વર્ષીય વિજયપાલ ઉર્ફે મનીષ ડામોર નામના મજૂરની લાશ બિલ્ડિંગના 12મા માળે દોરડા વડે લટકેલી હાલતમાં મળી આવી છે.