ગાંધીનગર: અધુરી પ્રેમ કહાની નો વિચિત્ર કિસ્સો ગાંધીનગરમાં પ્રકાશમાં આવ્યો, ન્યુ ગાંધીનગરમાં રહેતા એક પરિવારમાં બન્યો અવૈદ્ય પ્રેમ
ગાંધીનગરમાં "પતિ પત્ની ઓર વો"ની અજીબ પ્રેમકહાનીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિણીત પ્રેમીના પ્રેમમાં અંધ બનેલી નવવધૂએ લગ્નના એક કલાકમાં જ સુસાઇડ કરવાની ધમકીઓ આપતાં ન્યુ ગાંધીનગરમાં વાજતે ગાજતે આવેલી જાનને લીલા તોરણે પરત ફરવાનો વખત આવ્યો છે. એમાંય પ્રયાગરાજમાં કુંભસ્નાન કરવા ગયેલા પ્રેમીએ પોતાના સંસ્કારિક જીવનમાં પ્રેમિકાને સાથે રાખવાની તૈયારી દર્શાવતા પત્નીએ પણ લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ધાર કરી લીધો છે.