અમદાવાદ શહેર: સરખેજ વિસ્તારની 14 વર્ષની સગીરાને ફોસલાવી અઢી લાખ રૂપિયા લઈ રાજસ્થાનમાં લગ્ન કરાવનાર ગેંગના સભ્યો ઝડપાયા
14 વર્ષની સગીરા, જેને જન્મ આપ્યા બાદ તેની મા મૃત્યુ પામી, પિતાએ થોડા સમય સુધી સાચવી અને બાદમાં જે ઘરમાં તે મજૂરી કરતો હતો, દારૂના નશાની ટેવમાં દિકરીને તે જ ઘરમાં મુકીને ફરાર થઈ ગયો, જે દિકરીને ઘરના માલિકોએ દત્તક લઈને મોટી કરી અને અચાનક એ સગીર દિકરી ઘરમાંથી બહાર ગઈ અને પરત ન આવી. તપાસ કરતા સામે આવ્યું કે એક યુવક પાસેથી રૂપિયા લઈને તે માસૂમ સગીરાના તેની જોડે લગ્ન કરાવી નાખવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી ૩ આરોપીઓની ધરપકડ કરી