ગાંધીનગર: વિદ્યા સહાયક ભરતીના 774 ઉમેદવારોનું આંદોલન, નિમણૂકની માંગ
ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિદ્યા સહાયક ભરતીના 774 ઉમેદવારોએ નિમણૂકની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. મેરિટમાં સ્થાન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા છતાં જિલ્લા પસંદગીની તક ન મળતા ઉમેદવારો આંદોલનના માર્ગે છે.