ગારિયાધાર: ગારિયાધાર તાલુકામાં પાણીની પાઈપલાઈનમાં ફરી મોટું ભંગાણ સર્જાતાં સ્થાનિકોમાં રોષ
ગારિયાધાર તાલુકામાં પાણીની પાઈપલાઈનમાં ફરી મોટું ભંગાણ સર્જાતા વિસ્તારના લોકો માટે ગંભીર સમસ્યા ઉભી થઈ છે. મળતી માહિતી મુજબ મુખ્ય લાઈન તૂટી જતાં મોટી માત્રામાં પાણીનો વેડફાટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે વારંવાર આવી સમસ્યાઓ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. પાણીની અછત વચ્ચે આ પ્રકારનું ભંગાણ થવું લોકો માટે મુશ્કે