વડોદરા જિલ્લાના કરજણ પાદરામાં સરકારી અનાજ કૌભાંડ મામલે કરજણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે સરકારી ગોડાઉન મેનેજર જ કૌભાંડનો મુખ્ય આરોપી નીકળ્યો છે. પોલીસે ગોડાઉન મેનેજર અક્ષય પંડ્યા, કાના મીર અને ડ્રાઇવર અકરમ સિંધીની ધરપકડ કરી છે. તપાસમાં ખુલ્યું છે કે સરકારી અનાજનો જથ્થો ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે બહાર કાઢી સગેવગે કરીને લઈ જવાતો હતો.