ગાંધીનગર: ગાંધીનગરમાં પાણી અને ઊર્જા બચાવવા માટે ખાસ જાગૃતિ કાર્યક્રમ
ગાંધીનગરના સેક્ટર-1 સ્થિત મહાકાલેશ્વર મંદિર ખાતે નેચર ફર્સ્ટ ટ્રસ્ટ દ્વારા પાણી અને ઊર્જાની બચત અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ઉનાળામાં પાણીની અછત અને વીજળીના વધુ વપરાશને ઘટાડવા માટે નાગરિકોને માર્ગદર્શન અપાયું.