બોટાદમાં બફારા વચ્ચે બપોર પછી અચાનક વરસાદ શરૂ થયો હતો.બોટાદના પાળીયાદ રોડ, પાંચપડા, હવેલી ચોક, સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ પડતાં પાણી વહેતા થયાં.હવામાન વિભાગ દ્વારા વર્ષાઋતુ હવે પૂર્ણતાના આરે છે ત્યારે વરસાદી વાતાવરણ નહીં હોવા છતાં વરસાદ થી લોકોમાં કુતિહલ જોવા મળ્યું.આ વરસાદથી કપાસના ફાલ કે વાવેતરને નુકસાન થવાની સંભાવના વધી રહી છે