જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામે આજે સાંજના સમયે ધીમી ધારે વરસાદનું આગમન થયું
જેસર તાલુકાના શાંતિનગર ગામે આજે સાંજના સમયે ધીમી ધારે વરસાદનું આગમન થતાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ શરૂ થતાં સ્થાનિકો તેમજ ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. શાંતિનગર ગામમાં ધીમીધારે વરસી રહેલા વરસાદના કારણે રસ્તાઓ ભીના થયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદની શરૂઆત થતાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની મહેરની આશા વધુ પ્રબળ બની છે.