દિવાળી સીઝનને ધ્યાનમાં રાખીને FOSTTA દ્વારા વેપારીઓને સતર્ક રહેવા મહત્વની અપીલ કરવામાં આવી છે. નવા એજન્ટ કે વેપારી સાથે વેપાર કરતા પહેલા તેની સંપૂર્ણ માહિતી મેળવવા તેમજ માત્ર મૌખિક રેફરન્સના આધારે વેપાર ન કરવા સૂચના આપવામાં આવી છે. રેફરન્સ આપનાર વ્યક્તિની વ્યક્તિગત તેમજ ભૌતિક ચકાસણી કરવા પણ જણાવાયું છે. વેપારીઓને FOSTTA FORUM એપમાં GST નંબર અથવા મોબાઈલ નંબરના આધારે ફરિયાદોની તપાસ કરવાની અપીલ કરવામાં આવી છે. ઉતાવળમાં અથવા માત્ર વિશ્વાસના આધારે મોટાપાયે વેપાર ન કરવા તેમજ નવા GST નંબર અથવા ભાડાની દુકાનથી વેપાર કરતા વેપારીની સંપૂર્ણ ચકાસણી કરવા સૂચના અપાઈ છે. GST, સરનામું, દુકાન અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ વેપાર કરવા FOSTTA દ્વારા અપીલ કરવામાં આવી છે.
दिवाली सीजन को ध्यान में रखते हुए FOSTTA ने व्यापारियों से सतर्क रहने की महत्वपूर्ण अपील की है। नए एजेंट या व्यापारी के साथ कारोबार करने से पहले उसकी पूरी जानकारी हासिल करने और केवल मौखिक रेफ�
Udhna, Surat | Oct 5, 2026