આણંદ શહેર: હાડગુલના ઝઘડિયાપુરા વિસ્તારમાં પરિવારો વચ્ચે થયેલ માથાકૂટમાં ફરિયાદ નોંધાઈ
બનાવ અંગે હેમાબેન તળશીભાઈ જગુભાઈ રાઠોડની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે અનિલ હમીરભાઈ રાઠોડ સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે સામા પક્ષે શૈલેષભાઈ હમીરભાઈ રાઠોડે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, રમણ તળશીભાઈ રાઠોડ, વિજય કાંતિભાઈ રાઠોડ, રાજેશ કાંતિભાઈ રાઠોડ અને કાંતિ જગુભાઈ રાઠોડે ભેગાં મળીને અગાઉના ઝઘડાનીરીસ રાખી માર મારતા ફરિયાદ નોંધાઈ છે.