રાજકોટ પૂર્વ: નાગેશ્વર પાસેથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટાફે વધુ એક શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફે તેને મળેલ ચોક્કસ બાતમીના આધારે અક્ષય નામના એક શખ્સને નાગેશ્વર પાસેથી 132 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે અક્ષય પાસેથી દારૂ મોબાઈલ અને કાર મળી રૂ. 2, 90,500 નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને અક્ષય વિરુદ્ધ દારૂ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.