રાજકોટ પૂર્વ: વાગડ ચોકડી ખાતે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી, મનપાના ડેપ્યુટી કમિશ્નરે સ્થળ તપાસ કરી નિવેદન આપ્યું
માત્ર એક ઇચ વરસાદે રાજકોટ એ પાણી પાણી કરી નાખ્યું છે. ત્યારે શહેરની વાગડ ચોકડીએ ગોઠણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાની જાણ મનપાના કમિશનરને થતા આજે સવારે 11 વાગ્યાની આસપાસ તેઓ વાગડ ચોકડીએ પાણીના નિકાલ માટે jcb સહિતની સામગ્રી લઈને પહોંચી ગયા હતા અને પાણીનો નિકાલ કરાવ્યો હતો.