રાજકોટ પૂર્વ: જીકાસ પોર્ટલમાં થતી મુશ્કેલીને લઈ ABVP દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તાળાબંધી કરી વિરોધ કરાયો
આજે બપોરે માં 1:00 વાગ્યા આસપાસ મળતી માહિતી અનુસાર રાજકોટમાં એબીવીપી દ્વારા જી.સી.એસ.એ પોર્ટલ થકી થતી મુશ્કેલીને લઈને સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તાળાબંધી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.ઉપરાંત વિવિધ બેનરો દ્વારા તેમજ પૂતળા દહન થકી પણ આ વિરોધને ઉગ્ર બનાવવાની કોશિશ કરાઈ હતી તેમજ આગામી દિવસોમાં તેઓની માગણી ન સ્વીકારાય તો આંદોલન હજુ વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ અપાઈ હતી.