બોટાદ: પોલીસની સતર્કતાથી ગુમ થયેલા મુકેશભાઈનો પરિવાર સાથે સુખદ મિલાપ
Botad, Botad | Sep 10, 2026 બોટાદ મહિલા પોલીસની SHE TEAM એ ભાવનગરથી ગુમ થયેલા મુકેશભાઈને બોટાદ રેલવે સ્ટેશન પરથી શોધી કાઢ્યા છે. માનસિક તણાવને કારણે ઘર છોડીને નીકળેલા મુકેશભાઈનું કાઉન્સેલિંગ કરી પોલીસે તેમને તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાવ્યા હતા.