PGVCL દ્વારા ચાવડીગેટ સહિતના વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધરી લાખોની વીજ ચોરી ઝડપી લીધી
Bhavnagar City, Bhavnagar | Mar 4, 2026
ભાવનગર શહેર જિલ્લામાં PGVCL દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં PGVCL ની 35 જેટલી ટીમ દ્વારા વીજ ગેરરીતિ અંગે જિલ્લાના અને શહેરમાં જુદાજુદા વિસ્તારમાં ચેકીંગ કરાયું હતું. જે ચેકીંગ દરમિયાન 69 કનેક્શનમાં ગેરરીતિ ઝડપી લાખો રૂપિયાની વિજચોરી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.