દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોશીના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો
દાહોદ : જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો સુધીર જોશીના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સીડીપીઓશ્રી, મુખ્ય સેવિકા બહેનો, ICDS સ્ટાફ , આગંણવાડી કાર્યકર બહેનોની હાજરીમાં તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ નિમિતે વાનગી હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોષણ અંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો સુધીર જોશી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. THR અને મિલેટ્સનો ઉપયોગ કરવાના ફાયદાઓ જણાવવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ કાર્યકર બહેનોએ જુદી જુદી વાનગી THR અને મિલેટ્સનો ઉપયોગ કરીને બનાવી ભાગ લીધો હતો. ઘટક કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ બહેનોને ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Dohad, Dahod | Sep 9, 2026