ભુજ: આર્મીના એન્જિનિયર સાથે ₹15.50 લાખની ઓનલાઇન છેતરપિંડી.
Bhuj, Kutch | Apr 8, 2026 આર્મીના એન્જિનિયર સાથે ₹15.50 લાખની ઓનલાઇન છેતરપિંડી ભુજમાં આર્મી કેમ્પમાં ફરજ બજાવતા એન્જિનિયર ઉમેશકુમાર પાલ સાથે ₹15.50 લાખની ઠગાઈ થઈ છે. ગઠિયાએ આર્મી ગ્રુપ ઇન્શ્યોરન્સ ફંડમાંથી સસ્તી લોન અપાવવાની લાલચ આપી વિશ્વાસ જીત્યો હતો. લોન પ્રોસેસના નામે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાવી નાણાં પડાવી લેતા ભુજ સાયબર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.