અમદાવાદમાં 6 હોટેલને સીલ કરાઈ
દિલ્હીની હોટલમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડે શહેરની હોટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ કર્યું હતું. નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ અપાયા બાદ પણ 7 દિવસમાં પાલન ન થતાં ફાયર અને એસ્ટેટ વિભાગે થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારની 6 હોટલોને સીલ કરી હતી. સીલ કરાયેલી હોટલોમાં હોટેલ રુદ્રા, 4 ફૂડ, કેપટાઉન, અપોલો, લેક ઇન અને ગ્રાન્ટ ઇનનો સમાવેશ થાય છે.