સુરત ડિમોલેશન કાયદેસર કે ગેરકાયદે? સવાલ સાંભળતા જ રવાના થયા રાજન પટેલ
નાસિરનગર ડિમોલેશન મુદ્દે વિવાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલને ડિમોલેશન અંગે સવાલો પૂછવામાં આવતા તેઓ સ્પષ્ટ જવાબ આપવાને બદલે સ્થળ પરથી રવાના થઈ ગયા હોવાનો આરોપ છે.
ડિમોલેશન કાયદેસર હતું કે ગેરકાયદેસર તે અંગે પૂછાયેલા સવાલોના જવાબમાં રાજન પટેલે માત્ર "તપાસ ચાલુ છે" એવું જણાવ્યું. જોકે, વિગતવાર સ્પષ્ટતા કર્યા વગર તેઓ કારમાં બેસીને નીકળી ગયા હતા.
આ ઘટનાનો વીડિયો સામે આવતા રાજકીય અને નાગરિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
#Nasirnagar #DemolitionControversy #RajanPatel #StandingCommittee #surat