રાજકોટ: રેલવે સ્ટેશન પરથી દોઢ વર્ષની બાળકીના અપહરણકર્તાઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડતી દ્વારકા પોલીસ
Rajkot, Rajkot | Nov 29, 2025 રેલ્વેસ્ટેશન પરથી દોઢ વર્ષની બાળકીનું અપહરણ થવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાતા અપહરણકર્તાઓ દ્વારકા તરફ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.જેને લઇને દ્વારકા પોલીસને જાણ કરાતા દ્વારકા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને બાળકીને તેમની પાસેથી સહી સલામત છોડાવી આરોપીઓને આગળની કાર્યવાહી માટે રાજકોટ રેલવે પોલીસને સોંપવામાં આવ્યા હતા.