પોરબંદર: 22 વર્ષથી ફરાર ચોરીના આરોપીને પશ્ચિમ બંગાળથી પકડી લવાયો
પોરબંદરમાં વર્ષ 2004માં રૂ.1.16 લાખની ચોરી કરનાર આરોપી 22 વર્ષ બાદ ઝડપાયો છે. કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપી મહમદ અફસરઅલી મોન્ડલને LCB ટીમે પશ્ચિમ બંગાળના હુગલીથી ઝડપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર પોરબંદર લાવી છે.