કાલોલ: કાલોલ સબરજીસ્ટાર કચેરીમાં ત્રણ દિવસથી સર્વર ડાઉન, નોંધણી કામગીરી ઠપ્પ થતાં અરજદારો પરેશાન
કાલોલ સબરજીસ્ટાર કચેરીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સર્વર ડાઉન રહેવાના કારણે દસ્તાવેજ નોંધણી સહિતની કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. પરિણામે રોજિંદા કામકાજ માટે મોટી સંખ્યામાં આવતાં અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. સર્વર કાર્યરત ન થતાં અનેક લોકોને કામકાજ પૂર્ણ કર્યા વિના નિરાશ થઈ પરત ફરવું પડી રહ્યું છે.