જેસર: માલણ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો
માલણ ડેમ ફરી એકવાર ઓવરફ્લો ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે માલણ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેના પરિણામે ડેમનું જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે અને ડેમ ફરી ઓવરફ્લોની સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. ડેમની પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. જો ઉપરવાસમાં વરસાદ યથાવત રહેશે તો આગામી સમયમાં માલણ ડેમ ઓવરફ્લો થઈ શકે તેવી શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.